

કાંકરિયા
'કાંકરિયા કાર્નિવલ ૨૦૦૯' ગયા વર્ષની સફળતા બાદ આ વર્ષે પણ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેજા હેઠળ કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું.
કાંકરિયાનો ઈતિહાસ:-
કાંકરિયા તળાવની સ્થાપના અમદાવાદના શહેરના સ્થાપક અહમદશાહ બાદશાહના જયેષ્ઠ પુત્ર સુલતાન કુતુબ્દીએ ઈ.સ.૧૪૫૨મા કાંકરિયાનું નિર્માણ કરાવ્યું હતું. અને તેનું નામ "હોજે-કુતુબ" રાખવામાં આવ્યું હતું. જેની રચના હિંદુ પધ્ધતિથી કરવામાં આવી હતી. ઈતિહાસકારો એમ પણ માને છે કે સુલતાન કુતુબ્દીએ કર્ણદેવ સોલંકીએ બંધાવેલ કર્ણસાગર તળાવની દુરસ્તી કરાવીને તેને "હોઝે-કુતુબ" નામ આપ્યું હતું.
તળાવની મરામત ચાલતી હતી ત્યારે શાહઆલમ સાહેબ જોવા આવેલા અને તેમને પગમાં કાંકરીઓ વાગી આથી તેનું નામ "કાંકરિયા" પડ્યું હોવાનું મનાય છે.
ઈ.સ.૧૯૫૨મા મેયર ચીનુભાઈ શાહના સમયમાં નવીનીકરણ યોજના હેઠળ મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીમાં કાંકરિયા તળાવ ફરતે રૂ.૨.૮૭ લાખના ખર્ચે સુધારા કરવામાં આવ્યા. જે હેઠળ કાંકરિયાની ફરતે બગીચા,પ્રાણી સંગ્રહાલય,બાલવાટિકા,ઓપનએર થીએટર બન્યા તથા નાગીનાવાડીને સોડીયમ લાઈટોથી શણગારવામાં આવી. તા.૧૭-૭-૧૯૫૨થી કાંકરિયામાં નૌકા વિહારની શરૂઆત થઇ જયારે તળાવમાં ખાનગી હોડીઓની શરૂઆત થઇ હતી.
ઈ.સ.૧૯૫૨માં કાંકરિયાને ૫૦૦ વર્ષ પુરા થતા પંચ શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. તા.૨૬ જાન્યુઆરીથી ત્રણ દિવસ સુધી આ મહોત્સવ ચાલ્યો હતો.તે દરમિયાન તળાવમાં તરતું સ્ટેજ મુકવામાં આવ્યું હતું. જ્યાં કનૈયાલાલ મુનશીનું પ્રવચન ભવાઈ તથા ફિલ્માં પ્રદર્શન જેવા કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા. જેની ટીકીટનો દર તે સમયે ૪ આના રાખી હતી.