Monday, February 15, 2010

નામ ભલે અમદાવાદ હોય,


નામ ભલે અમદાવાદ હોય,
લોસ એંજેલેસ જેવી પહેચાન છે.
વન ટી.જી.બી.નું ફુડઅને રસરંજનની
કાજુકતરી અમારી જાન છે.
ઝુલતામીનારા અને સિદ્દીસૈયદની જાળી
અમારી શાન છે.

એક વાર આવી તો જુઓ,
ફરવાનું મન થાય એવું અમારું
કાંકરિયા તળાવ છે,
વિજયના વડાપાઉં,
મહારાજાના સમોસા ,
દાસના ખમણ,
સંકલ્પના ઢોસા,
હોનેસ્ટના ભાજીપાઉં ,
હવમોરનો આઈસ્ક્રીમ,
શ્રીજીનો શીખંડ,
રસરંજનની પાણીપુરી,
જૈલના ભજિયા,
પંચાયતનું પાન અને
અમારો ટેક્ષટાઈલ ઉદ્યોગ જેનું
જગ આખામાં નામ છે.
બી.આર.ટી.એસ.ની સવારી જાણે માઈકલ
સુમાકરની ફરારી,
જોઇને અંજાઈ જાવ તેવો અમારો
એસ.જી. રોડ અને માણેકચોકનું
જવેરી બજાર છે.

આ અમારું અમદાવાદ છે..........

No comments:

Post a Comment